મોરબીમાં સ્વચ્છતા અભિયાનની ટીમે પાલિકા કચેરી સામે સફાઈ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો

- text


મોરબીમાં સ્વચ્છતા અભિયાનની ટીમે પાલિકા કચેરી સામે સફાઈ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો

સફાઈ અભિયાનની અગાઉથી જાહેરાત થતા તંત્રએ ગાંધીચોકને સાફ કર્યો પણ બેદરકારી ખુલ્લી પડી : સિવિલ હોસ્પિટલ અને શાક માર્કેટમાં સઘન સફાઈ કરી : સોવિલ હોસ્પિટલમાં ગંદકીના પ્રશ્ને લડત ચલાવવાનો નિર્ણય

મોરબી : મોરબીમાં સ્વચ્છતા અભિયાન દ્વારા આજે પાલિકા કચેરી સામેના વિસ્તારોમાં સફાઈ કરવાની જાહેરાત થતા તંત્રએ પોતાની બેદરકારીનો ઢાંકપીછોડો કરવા ગાંધીચોક પાસે રાતોરાત સફાઈ કરી નાખી હતી.પણ આજે સ્વચ્છતા અભિયાનની ટીમના સફાઈ અભિયાનમાં તંત્રની બેદરકારી આંખે ઉડીને વળગી હતી અને આ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં અને શાક માર્કેટ આસપાસ સઘન સફાઈ કરવામાં આવી હતી તેમજ સિવિલ હોસ્પિટલમાં જામેલા ગંદકીના ગંજ મામલે લડત ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.

મોરબી સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા આજે તંત્રને તેની જવાબદારીનું ભાન કરાવવા માટે મોરબી પાલિકા કચેરી સામેના વિસ્તારો ગાંધીચોક, સિવિલ હોસ્પિટલમાં, શાક માર્કેટ સહિતના આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.મોરબી સ્વચ્છતા અભિયાનની ગઇકાલે જાહેરાત કરવામાં આવી હતી.જેના પગલે પોતાની બેદરકારીનો ઢાંકપીછોડો કરવા માટે તંત્રએ હવાતિયાં માર્યા હતા અને ગઇકાલે તંત્ર દ્વારા ગાંધી ચોકને અગાઉ થી જ સાફ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ પણ અગાઉથી આયોજન મુજબ અચાનક સિવિલ હોસ્પિટલમાં સફાઈ અભિયાન માટે પહોંચી હતી.અને મોરબી સમક્ષ સિવિલ હોસ્પિટલની બેદરકારી ખુલ્લી પડી હતી.આથી સિવિલ હોસ્પિટલમાં ઉપરાંત શાક માર્કેટ સામે પણ જામેલા ગંદકી ના ગંજ સાફ કરાવ્યા હતા.

- text

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિએ આજે પાલિકા કચેરી સામેના આ વિસ્તારમાં સઘન સફાઈ કરીને જણાવ્યું કે, ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારી તેમની ટીમ છે પણ જો સિવિલ હોસ્પિટલ કે જ્યાં લોકો સારવાર માટે આવે છે ત્યાં જો આવી હાલત રહેશે તો આ જ ટીમ ભગતસિંહ નું સ્વરૂપ પણ લઇ શકે છે.સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઠલવાતો મેડિકલ વેસ્ટ સહીતનો તમામ કચરો સિવિલના જ સ્ટાફ દ્વારા ઠાલવવામાં આવે છે.સિવિલ હોસ્પિટલની ગંદકીની આ હાલત જોઈ સ્વચ્છતા અભિયાન ના દરેક મેમ્બર દ્રવી ઉઠ્યા હતા.તેથી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના કાયમી નિરાકરણ માટે સ્વચ્છતા અભિયાનની ટીમે એક દ્રઢ નિશ્ચય લીધો છે કે ,આ બાબતે જરાય ચલાવી લેવામાં નહિ આવે અને તંત્ર ને 15 દિવસ નું અલ્ટીમેટ આપ્યું કે ,જો આ 15 દિવસોમાં મેડિકલ વેસ્ટ અને કચરા નું સોલ્યૂશન નહિ આવે તો આની રજૂઆત આરોગ્ય મંત્રી સુધી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text