મોરબી : સામાકાંઠે યુવાનોએ મંદિર પાસે સફાઈ કરી વૃક્ષો વાવ્યા

- text


યંગ વેલનાથ મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરુપે પ્રેરણાદાયી કાર્ય હાથ ધરાયુ

મોરબી : મોરબીના સોઓરડી વિસ્તારમાં આવેલ ગોકુળના બાલા હનુમાન મંદિરે ગણેશ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે યંગ વેલનાથ મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગેરૂપે મંદિર આસપાસ સફાઈ કરીને વૃક્ષો વાવીને પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

- text

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ ગોકુળના બાલા હનુમાનજી મંદિરે ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.જેમાં દસ દિવસ સુધી દરરોજ પૂજા અર્ચના અને આરતી તથા ભક્તિ કીર્તન કરીને ગણેશજીની આરાધના કરવામાં આવી હતી.તેમજ ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી.જેનો આસપાસના લોકોએ મોટી સંખ્યામાં શ્રધ્ધાભેર લાભ લીધો હતો અને ગણેશ મહોત્સવના સમાપન બાદ યંગ વેલનાથ મિત્ર મંડળ દ્વારા પ્રેરણાદાયી કાર્ય હાથ ધરાયુ હતું.જેમાં ગોકુળના બાલા હનુમાનજી મંદિરની આસપાસ સફાઈ કરીને વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરવાનો સંકલ્પ લીધો હતો.

- text