મોરબીમાં દુષ્કર્મ કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી એસઓજી ટીમે દુષ્કર્મ કેસના નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલાએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના આપતા મોરબી એસ.ઓ.જીના પીઆઇ એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ ફાઉકભાઈ પટેલ, અનિલભાઈ ભટ્ટને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજાને સાથે રાખી મોરબી વીસી ફાટક પાસેથી સીટી બી ડિવિઝનના કલમ 376 સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી કિશોરભાઈ ઉફે કિશન માધવજીભાઈ ધોળકિયા રહે ધ્રોલ ખારવા રોડ જામનગર વાળાને ઝડપી લીધો હતો અને આરોપીનો કબ્જો બી ડિવિઝન પોલીસને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text