માળીયાની દેવ સોલ્ટ કંપની દ્વારા પ્રાથમિક શાળાને વોટર કુલરની ભેટ અપાઇ

- text


માળીયા : માળિયાના હરીપર ખાતે આવેલી દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગઇકાલે દેવગઢની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શાળાના શિક્ષકો તથા ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં લઈને આ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, માળિયાના હંજીયાસર ગામની શાળામાં અભ્યાસ કરતા અંદાજિત 200 જેટલા વિદ્યાર્થીઓને ઠંડુ પાણી મળી રહે તેવા હેતુથી વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી. આ ભેટ હંજીયાસર ગામના અગ્રણી શાવદીન હબીબભાઈ મોવર (બાંધણી) તથા શિક્ષકગણની માંગણીને ધ્યાનમાં લઈને આપવામાં આવી હતી.

- text

આ ભેટ સ્વીકારતા બંને ગામના અગ્રણીઓ તથા શિક્ષકગણ દ્વારા કંપનીનો આભાર માનવામાં આવ્યો હતો. આ ભેટ અર્પણ દરમિયાન કંપનીના જી. એમ. કોટેચાના સૂચન મુજબ વિવેક ધુણા તથા રમઝાન જેડા હાજર રહ્યા હતાં. તેમજ આ ઉમદા કાર્યમાં કંપનીના ચેરમેન ડી. એસ. ઝાલા તેમજ હિરેન્દ્રસિંહ ઝાલા અને કરણસિંહ ઝાલાનો સહકાર સાંપડ્યો હતો.

- text