મોરબીની નવયુગ કોલેજની સ્પોર્ટ્સ ટીમ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા

- text


મોરબી : નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થઇ અમૃતસર-પંજાબ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા ગયા હતાં. જેમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને વોલીબોલ, રસ્સાખેંચ અને જુડોની રમતમાં ગોલ્ડ મેડલ તેમજ હેન્ડ બોલમાં સિલ્વર મેડલ મેળવીને કોલેજ તથા મોરબીનુ નામ રોશન કર્યું હતું. વિજેતા થયેલ તમામ ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નેપાળ રમવા જવા માટે પસંદગી થઇ છે. આ અનન્ય સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ સર્વે ખેલાડીઓને તથા કોચ હેતલબેન ડોડીયાને અભિનંદન આપી ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભેચ્છા આપી હતી.

- text