મોરબીની નવયુગ બી. એડ. કોલેજના છાત્રોએ ખેલ મહાકુંભમાં મેદાન માર્યું

- text


મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ રમતોત્સવમાં તાલુકા કક્ષાએ નવયુગ નવયુગ બી. એડ. કોલેજના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ 3000 મીટર દોડ તથા ગોળા ફેંકમાં પટેલ બંસરી, 800 મીટર દોડ અને બરછી ફેંકમાં સવસાણી ડિમ્પલએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેમજ 3000 મીટર દોડમાં યાદવ ઉર્વશી, ગોળા ફેંક અને બરછી ફેંકમાં સુમળ વિશ્વા અને લાંબી કૂદમાં માકાસણા રિદ્ધિ અવ્વલ નંબરે આવી કોલેજનું નામ રોશન કર્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તથા નવયુગ કોલેજ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

- text