મોરબી : માધવ હિલ્સ એપાર્ટમેન્ટ સામે ખોદેલો ખાડો બન્યો જોખમી

- text


સ્થાનિક રહીશોએ ખાડાનું બુરાણ કરવા રવાપર ગ્રામ પંચાયતને રજુઆત કરી : જો તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો સ્થાનિક રહીશો ખાડાનું બુરાણ કરશે

મોરબી : મોરબીના રવાપર ગામે આવેલ માધવ હિલ્સ એપાર્ટમેન્ટ પાસે અગાઉ ખાડો ખોદવવામાં આવ્યા બાદ બુરાણ ન કરાતા આ ખાડો જોખમી બન્યો છે. આ ખાડામાં ગમે ત્યારે વાહન ચાલકો પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.આથી સ્થાનિક રહીશોએ ગ્રામ પંચાયતને રજુઆત કરીને અકસ્માત ન બને તે પહેલાં આ ખાડાનું બુરાણ કરવાની માંગ કરી છે. મોરબીના રવાપર ગામે આવેલ માધવ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ રવાપર ગ્રામ પંચાયતને લેખિતમાં રજુઆત કરી હતી કે,ગૌતમ હોલ સામે માધવ હિલ્સ એપાર્ટમેન્ટની બહારના રાહદારી રસ્તા પર અગાઉ ભૂગર્ભનો ખાડો ખોદવામાં આવ્યો હતો.આ ખાડો ખોદયાને આશરે 45-50 દિવસ થવા છતાં હજુ સુધી તેનું બુરાણ કરવામાં આવ્યું નથી.તેથી ખાડામાં ગંદકી વધવાથી મચ્છરોનજ પ્રમાણ વધ્યું છે.તેથી સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે તેમજ ખાડાને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.ખાડામાં અનેક વાહનો પડી જવાથી વાહન ચાલકોને નાની મોટી ઇજા થઇ છે રાત્રીના સમયે આ ખાડાને કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે.આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં ખાડાનું બુરાણ કરવામાં આવ્યું નથી.ત્યારે સ્થાનિક રહીશો માટે આ ખાડો જોખમી બનતો હોવાથી આ રજૂઆતને પગલે તા.15 સપ્ટેબર સુધીમાં રવાપર ગ્રામ પંચાયત ખાડાનું બુરાણ કરવા કોઈ કાર્યવાહી નહિ કરે તો સ્થાનિક રહીશો ખાડો બુરી દેશે તેવું જણાવ્યુ છે.

- text