મોરબીમાં યુવાનની જન્મદિવસે નવતર પહેલ : રસ્તા પરના ગાબડા પુર્યા

- text


મોરબી: મોરબીના યુવાને પોતાના જન્મદિવસે નવતર પહેલ કરી હતી.જન્મદિવસની ઉજવણી મોજ મસ્તીથી કરવાને બદલે તેને અકસ્માતની ઘટના બને તે પહેલા ખરાબ રોડ પરના ગાબડા પુરી જન્મદિવસની નવતર રીતે ઉજવણી કરીને સૌને નવો રાહ ચીંધ્યો હતો.

- text

મોરબીના યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રના ઉપપ્રમુખ દિપ પરેશભાઈ મેરજાના આજે જન્મદિવસ નિમિત્તે રવારોડ પર આવેલ સાંનીધ્યપાર્ક મેઈનરોડ (બોનીપાર્ક) પરના ગાબડા બુરી જન્મદિવસની ઉજવણી કરી હતી.આ તકે દિપ મેરજાએ જણાવ્યું હતું કે, સાંનીધ્યપાર્ક પાસેના રોડ પર અવારનવાર વાહનચાલકોના અકસ્માત સર્જ્યા હતા. અને મારા ધ્યાને આવતા કોઈ પરિવારના સદસ્યને ખરાબ રોડના કારણે ઈજાનો પહોંચે તે પહેલા આજે મારા જન્મદિવસ નિમિત્તે વહેલી સવારમાં જ હું તથા મારા પરિવારના સભ્યો દ્વારા જાતે જ રોડ પરના ગાબડા પુરી જન્મદિવસની ઉજવણી કરી હતી. જોકે દિપ મેરજા નાની ઉંમરે જ સતત મોરબી જિલ્લામાં અબોલ જીવ પ્રત્યે સેવા આપી રહ્યા છે. અને આજે એમના જન્મદિવસ નિમિત્તે પણ તંત્ર ધ્યાન ન દોરતા લોકોના જીવ વિશે વિચારી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

- text