હડમતીયા ગામે હજ પઢીને આવેલા હાજયાત્રીઓનુ ઉમેળકા ભેર સ્વાગત

- text


ટંકારા : ટંકારા તાલુકાનુ હડમતીયા ગામ સદાય કોમી એકતાનુ અનેરું ઉદાહરણ પુરુ પાડે છે. આ ગામમાં પાલનપીરની જગ્યા હોય કે ધાર્મિક કાર્યક્રમ વાર તહેવાર કોમી એકતા જોવા મળે છે.ત્યારે તાજેતરમાં હજ પઢીને આવેલા હજયાત્રીઓનું સમગ્ર ગામલોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ આ ગામના એક મુસ્લિમ પરિવારના ત્રણ લોકો જાફરાણી ઓસમાણભાઇ જીવાભાઇ, જીલુબેન ઓસમાણભાઇ અને ઓસમાણ ભાઇના બહેન રહિમાબેન હડાણાવાળા એમ ત્રણ લોકો ઇસ્લામ ધર્મ મુજબ પવિત્ર હજયાત્રાએ ગયા હતા .જે આજે પવિત્ર હજયાત્રાએથી પોતાના માદરે વતન હડમતીયા મોડી રાત્રે પહોચતા ગામલોકોએ મોડી રાત્રે ગામના પાદર થી ઓસમાણભાઇના ઘર સુધી હજયાત્રીઓના કાફલામાં જોડાઈ હજયાત્રીઓનુ ઉમેળકા ભેર સ્વાગત કર્યુ હતુ.

- text

મોરબી અપડેટ સાથે હજયાત્રાએ ગયેલા જાફરાણી ઓસમાણભાઇએ જણાવ્યુ હતુ કે, અમારુ ગામ હમેશા દરેક સમાજ માટે એકતાની મિસાલ પુરુ પાડતુ આવ્યુ છે ધાર્મિક તહેવાર હોય કે ધાર્મિક કાર્યક્રમ કે પછી કોઈ પણ સમાજ નુ કાર્ય હોય ગામમાં વસ્તા લેઉવા-કડવા પટેલ રબારી-ભરવાડ કોળી-ઠાકોર કે દલિત સમાજ કે મુસ્લિમ સમાજ અમો હમેશા એકબીજાના કાર્યક્રમ કે તહેવાર માં હળી મળીને ખંભેખંભો મીલાવી એકબીજી સમાજને આવકારીએ છીએ અને હમેશા સાથ સહકાર આપી અન્ય ગામો કે શહેર ને કોમી એકતાની ભાવના ઉજાગર કરવા પ્રેરિત કરીએ છીએ અમારા ગામ સાથે સાથે આપણા દેશમાં આ રીતે કાયમ ભાઇચારો બની રહે તેવી દુવા કરીએ છીએ તેમ જણાવ્યું હતું.

- text