મોરબીના સીરામીક ઉધોગને જીપીસીબીએ ફટકારેલો કરોડોનો દંડ અન્યાયકારી

- text


જગૃત સંસ્થાએ મુખ્યમંત્રીને રજુઆત કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી

મોરબી : મોરબીના સીરામીક ઉધોગને કપરી મંદીના કાળના સમયે જ જીપીસીબીએ ભૂતકાળના કોલગેસી ફાયર મુદે કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પ્રોત્સાહક નીતિ અપવાનાને બદલે મંદી ના કપરા કાળમાં જીપીસીબીએ કરોડોનો દંડ ફટકારીને સીરામીક ઉધોગ પર દાઝયા પર ડામ દીધો હોવાનો અને જીપીસીબીનું વલણ અન્યાયકારી હોવાનો સુર વ્યક્ત કરીને જાગૃત સંસ્થાએ મુખ્યમંત્રીને રજુઆત કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના અગ્રણી કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે,માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વકક્ષાએ નામના ધરાવતો મોરબીનો સીરામીક ઉધોગ હાલ મંદીના ભયકર કપરા કાળમાં ફસાયો છે.ત્યારે આ સીરામીક ઉધોગને ટકાવી રાખવા માટે જરૂરી પ્રોત્સાહન નીતિઓ અપનાવી જોઈએ .એના બદલે પડ્યા પર પાટુ મારી હોય તેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જુના કોલગેસના પ્રદુષણ ફેલાલવા મામલે સીરામીક કારખાનાઓને કરોડો રૂપિયાનો દંડ ઝીકયો છે.જેનાથી સીરામીક ઉધોગકારો ભારે આર્થિક સંકટમાં મુકાય ગયા છે.એકતો મંદી છે અને ઘણા યુનિટો બંધ હાલતમાં છે તેમજ યુનિટો પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યા છે.ત્યારે સીરામીક ઉધોગને જીપીસીબીએ કરોડો રૂપિયાનો દંડ ફટકારતા આ ઉધોગને મરણોત્તર ફટકો પડયો છે.

જોકે એનજીટીના આદેશ બાદ સીરામીક ઉધોગમાં કોલગેસ પ્લાન્ટ બંધ છે.જોકે અગાઉ જીપીસીબીએ જ સીરામીક ઉધોગમાં કોલગેસી ફાયરને મજુરી આપી હતી.તો હવે એનો દંડ શા માટે ફટકાર્યો છે? તેવી ઉધોગકારોમાં ભારે કચવાટ જોવા મળે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ગુજરાત કંટ્રોલ બોર્ડના પ્રદૂષણના નિયમોના ભારે આગ્રહી છીએ અને પ્રદૂષણના નિયમો માટે પણ કટિબદ્ધ છે.પણ સીરામીક ઉધોગને ફટકારેલો કરોડો રૂપિયાનો દંડ ગેરવાજબી અને ભારે અન્યાયકારી છે.તેથી સીરામીક ઉધોગના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની તેમણે માંગ ઉઠાવી છે.

- text