માળીયાની મેઘપર પ્રાથમિક શાળાનો ખેલ મહાકુંભમાં દબદબો

- text


માળીયા (મી.) : માળિયામાં તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં મેઘપર પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીએઓએ ચેસ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, 30 મીટર દોડ, 50 મીટર દોડ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ગોળા ફેક, ચક્ર ફેક જેવી વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવીને સમગ્ર માળીયા તાલુકામા શ્રી મેઘપર પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો હતો. તેમજ શાળા તથા મેઘપર ગામને ગૌરવ અપાવ્યું હતું. જે બદલ મેઘપર પ્રાથમિક શાળાએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત, શાળા પરિવારે માળીયા તાલુકા ખેલ મહાકુંભનાં કન્વીનર હિતેશભાઈ વરમોરાનો બાળકોમાં સ્પોર્ટ્સ સ્પિરિટ ડેવલપ થાય અને સ્પોર્ટ્સમાં માળીયા તાલુકાનાં બાળકો જીલ્લા કક્ષા અને રાજય કક્ષાએ પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

- text