સાર્થક વિદ્યામંદિરના છાત્રોની ખેલમહાકુંભની યોગાસન સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પંસદગી

- text


મોરબી : રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ – ગાંધીનગર તેમજ મોરબી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા ખેલમહાકુંભ – 2019માં તાલુકાકક્ષાએ યોગાસન સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના ખેલાડીઓએ જિલ્લાકક્ષા માટે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં અંડર-14માં શુક્લ હેતવ, રાઠોડ ભુપેન્દ્ર, અંબાસણા કૃષ્ણા અને ઊભડિયા નેન્સી તમામ ખેલાડીઓની જિલ્લા કક્ષા માટે પસંદગી થઈ છે. તેવું સાર્થક વિદ્યામંદિરના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે યાદીમાં જણાવ્યું હતું. પસંદગી થયેલ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ મોરબી તાલુકાનુ નેતૃત્વ કરશે। આ સિઘ્ઘી બદલ સાર્થક શાળા પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ શુક્લ સાહેબે તમામ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text