ટંકારાના રાજકીય આગેવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી

- text


લજાઈ ગામના એક શખ્સે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા રાજકીય આગેવાનને અંગત અદાવતમાં ગામના જ એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ટંકારા પોલીસે આ આરોપી સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા રાજકીય આગેવાન પંકજભાઈ દયારામભાઈ મસોત ઉ.વ.35એ લજાઈ ગામે જ રહેતા મનીષભાઈ રૈયાણી નામના શખ્સ સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ફરિયાદીના ભાઈનો પુત્ર કાર લઈને આરોપીના ઘર પાસે ઉભો હતો.આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની તેમણે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવે ટંકારા પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

- text