મોરબીમાં બિરાજમાન ગણપતિને 10 કિલોના લાડવાનો ભોગ ધરાયો

મોરબી : દુંદાળા દેવ ગણપતિને ચુરમાના લડવા ખૂબ જ પસંદ છે. ત્યારે સામાકાંઠે નિત્યાનંદ સોસાયટીમાં ગણપતિને 151 પ્રકારના ભોગ ધરી અન્નકુટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ગણેશજીને 10 કિલોનો લાડવો બનાવવામાં આવ્યો હતો. આ લાડવો સોસાયટીના મિત મોરી, ધ્રુવરાજસિંહ ઝાલા સહિતના યુવકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ તકે અન્નકુટ દર્શન તથા પ્રસાદનો લાભ ભાવિકજનોએ લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો.