જસાપરની શુક્રમણિ પ્રાથમિક શાળાનો ખેલ મહાકુંભમાં દબદબો

માળીયા : માળીયામાં ખેલ મહાકુંભનું આયોજન તાલુકા કક્ષાએ ખાખરેચી સાર્વજનિક વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. જેમાં જસાપરની શુક્રમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ 30 મીટર દોડ, 50 મીટર દોડ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 600 મીટર દોડ તેમજ લાંબી કૂદ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ગોળા ફેક, ચક્ર ફેક જેવી વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવીને માળીયા તાલુકામા જસાપર ગામને ગૌરવ અપાવ્યું હતું. જેના બદલ શાળાના પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, માળીયા તાલુકા ખેલ મહાકુંભનાં કન્વીનર હિતેશભાઈ વરમોરાનો બાળકોમાં સ્પોર્ટ્સ સ્પિરિટ ડેવલપ થાય તેવા પ્રયત્નો બદલ શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્પર્ધા દરમિયાન તમામ બાળકો, શિક્ષકો અને વાલીઓ માટે મંડપ, ઠંડૂ પાણી, નાસ્તો તથા લીંબુ પાણીની સરસ વ્યવસ્થા કરીને શાળાએ માળીયા તાલુકામાં શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.