મોરબીના વ્યાસ પરિવાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું ભાવભેર વિસર્જન

મોરબી : મોરબીના મીલાપનગરમાં વ્યાસ પરિવાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું ઘરે જ પાણીના કુંડામાં ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું.

મોરબીની અવની ચોકડી પાસે આવેલા મિલાપનગરમાં દીપભાઈ વ્યાસના ઘરે માટીના ઇકોફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. તેઓ દ્વારા દરરોજ વિઘ્નહર્તાની આરતી સાથે પૂજન અર્ચન કરવામાં આવતું હતું. આજે અંતિમ દિવસે તેઓ દ્વારા ઘરે જ ભક્તિભાવ સાથે ભારે હૈયે પાણીના કુંડામાં દુંદાળાદેવનું વિસર્જન કરવામાં આવ્યું હતું.