ગુજરાતી ફિલ્મ “ટીચર ઓફ ધ યર”માં મોરબીના ભાણેજ શિક્ષકના રોલમાં ચમકશે

- text


મોરબી : તારીખ 13 sep શુક્રવારે રજૂ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ “ટીચર ઓફ ધ યર”માં મોરબીના ભાણેજ શિક્ષકનો રોલ નિભાવી રહ્યા છે.

30થી 35 વર્ષ વીસી હાઈસ્કૂલમાં રહી મોરબીના શિક્ષણ જગતમાં અનન્ય યોગદાન આપનાર તેમજ મોરબીમાં જનતા ક્લાસિસનો પાયો નાંખનાર પાયોનિર એવા સ્વ. સદાશિવભાઈ ભટ્ટના ભાણેજ ડૉ. પ્રેમલ યાજ્ઞિક આ ફિલ્મમાં એક શિક્ષકનો રોલ નિભાવી રહ્યા છે. યાજ્ઞિકભાઈ સ્વયં શિક્ષણ જગત સાથે જોડાયેલા છે. અમદાવાદની સરકારી કોલેજમાં તેઓ પ્રિન્સિપાલ તરીકે સેવારત છે.

- text

જોકે શિક્ષણ ક્ષેત્રે સેવારત પ્રેમલભાઈને અભિનયનો શોખ હોય તેઓ એ ક્ષેત્રે પણ કાર્યરત છે. કોમર્સના વિદ્યાર્થી, કોમર્સના જ પ્રાધ્યાપક અને કોમર્સ કોલેજના જ પ્રિન્સિપાલ હોવા છતાં અભિનય કલામાં તેમની ઋચીને લઈને તેઓ ફિલ્મોમાં પણ યશસ્વી યોગદાન આપી રહ્યા છે. આવતી કાલે રજૂ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ “ટીચર ઓફ ધ યર” ઉપરાંત તેઓ અગાઉ પણ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. જેમાં “ગુજ્જુભાઈ ધ ગ્રેટ” તથા નરેન્દ્રભાઈ મોદીના જીવન પર આધારિત “ચલો જીતે હે” મુખ્ય છે. “ટીચર ઓફ ધ યર” ફિલ્મ દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને માણવી ગમશે.

- text