મોરબીનો યુવા રાયફલ શૂટર દીપ પટેલ ગોલ્ડ મેડલ મેળવી રાજ્યકક્ષાએ ઝળક્યો

મોરબી : ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પયનશિપ જુલાઈ માસ દરમિયાન અમદાવાદના ખાનપુર ખાતે યોજાઇ હતી. જેમાં રાજ્યભરના 400 શુટરો એ ભાગ લીધો હતો. તેમાંથી તેમાંથી મોરબીના યુવા રાયફલ શૂટર દીપ બી. પટેલે સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેણે આ સ્પર્ધામાં 25 મીટર એ 261 પોઇન્ટ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવીને પટેલ સમાજનું તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ઉલ્લેખનીય છે કે દીપ પટેલે ઇ.સ. 2015માં ભારત સરકાર દ્વારા ‘ખ્યાતિ પ્રાપ્ત શૂટર’ની પદવી પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત, તેઓએ જુનિયર રીનઉન્સ શૂટર સહિત અનેક એવોર્ડ મેળવેલા છે.