મોરબી અપડેટના સુખનું સરનામું ગામડું અમારૂ શોમાં આજે રાત્રે વિરપર ગામની લટાર

- text


મોરબી : મોરબી અપડેટના ‘સુખનું સરનામું ગામડું અમારૂ…એક લટાર ગામડે’ શોમાં આજે રાત્રે 8:30 કલાકે વિરપર ગામને બતાવવામાં આવશે. જેમાં આર.જે. રવિ બરાસરા આ ગામના માહિતીસભર દર્શન કરાવશે.

વધતા શહેરીકરણને કારણે લોકો ગામડાથી દૂર થતાં જાય છે. પણ લોકોને પોતાના પૈતૃક ગામથી સવિશેષ લગાવ કાયમ જળવાઈ રહે છે. ધંધા, નોકરી, રોજગાર કે કારકિર્દી માટે નવી પેઢીને ના છૂટકે ગામડાથી દૂર જવાની મજબૂરી હોય છે. પણ ગામથી દૂર ગયા બાદ પણ વારે-તહેવારે લોકો પોતાના ગામ જરૂર જાય છે. ગાંધીજીએ સાચું જ કહ્યું હતું કે અસલી ભારત ગામડામાં વસે છે. આવા ગામડાઓના ભાતીગળ જીવનને જાણવાનું-માણવાનું કોને ન ગમે? આથી જ મોરબી અપડેટ આપના માટે લઈને આવ્યું છે આપણાં ગામની વાત, આપણાં રીત-રિવાજ, આપણી બોલીમાં, આપણાં દિલમાં ધબકતી ભાતીગળ ગ્રામ્ય સંસ્કૃતિની મીઠી મહેકને ઉત્કંઠા પૂર્વક જાણવાની, જોશ ભેર માણવાની અનોખી રજુઆત.

- text

મોરબી અપડેટ દ્વારા ‘સુખનું સરનામું એ ગામડું અમારું..એક લટાર ગામડે’ શોમાં આજે રાત્રે 8.30 કલાકે મોરબીના વિરપર ગામની લટાર બતાવવામાં આવશે. આ શોમાં મોરબી તાલુકાના વિરપર ગામની જાણી અજાણી વાતો સાથેનું કેટલુંય બધુ જાણવા મળશે. તો આજે આ શો નિહાળવાનું ચુકશો નહીં.

- text