મોરબી : શિશુમંદિરની વિદ્યાર્થીની ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ભાગ લેવા નેપાળ જશે

- text


મોરબી : શકત શનાળા સ્થિત આવેલી શ્રી સરસ્વતી શીશુ મંદિરની વિદ્યાર્થીનીએ પંજાબ ખાતે આયોજિત થયેલી નેશનલ લેવલની યોગ સ્પર્ધામાં પ્રથમ નંબરે રહી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ વિદ્યાર્થીની હવે આગામી સમયમાં અંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લેવા નેપાળ જશે. શ્રી સરસ્વતી શિશુમંદિર, શનાળામાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઈશાની દિનેશભાઇ ઉપાધ્યાયે “યોગા નેશનલ ચેમ્પિયનશીપ”માં પંજાબ મુકામે નેશનલ લેવલે પ્રથમ આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હવે તે ઇન્ટરનેશનલ લેવલે યોગ સ્પર્ધામાં નેપાળ મુકામે ભાગ લેવા જશે. આ સિદ્ધિ મેળવીને ઇશાનીએ શ્રી સરસ્વતી વિદ્યાલયની સાથે સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ઇશાની પર ગોલ્ડ મેડલ મેળવવા બદલ ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ત્યારે શાળાના શિક્ષક સમુદાય સહિતની વિદ્યાર્થીનીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ આપી છે.

- text