મોરબીના ભરતનગર ગામે આરોગ્ય કેન્દ્રમાં કંપાઉન્ડ વોલ બાંધવાની ધારાસભ્યની રજુઆત

- text


મોરબી : મોરબીના ભરતનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાષ્ટ્રીય કક્ષાએ નામાંકન થયું હોય પણ આરોગ્ય કેન્દ્રેમાં વૃક્ષારોપણ સહિતની સુવિધાઓમાં વધારો કરી શકાય તેવા હેતુસર મોરબીના ધારાસભ્યએ રાજકોટ આરોગ્ય કમિશ્નરને રજુઆત કરીને ભરતનગર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કંપાઉન્ડ વોલ બાંધવાની માંગ કરી છે.

- text

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લેખિતમાં જણાવ્યું હતું કે, મોરબીના ભરતનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તાજેતરમાં મુલાકાત લીધી હતી.જેમાં નેશનલ હાઈવેની લગોલગ આવેલ આ પ્રાથમિક કેન્દ્રમાં કંપાઉન્ડ વોલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું.ત્યારે આરોગ્ય કેન્દ્રનું વાતાવરણ યોગ્ય રીતે જળવાઈ શકે તે માટે વૃક્ષારોપણ કરવા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફરતે કંપાઉન્ડ વોલ બાંધવાની ખૂબ જ જરૂરિયાત છે.જો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફરતે કંપાઉન્ડ વોલ બાંધવામાં આવે તો તેની અંદર વૃક્ષારોપણ કરી શકાશે અને સ્વચ્છતા પણ જળવાઈ રહેશે તેમજ પર્યાવરણનું જતન થશે.જ્યારે ભરતનગર ગામના આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાષ્ટ્રીય કક્ષાએ નામાંકન થયું છે.તે જોતા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધામાં પણ વધારો થવો જોઈએ. તેથી તેમણે રાજકોટ આરોગ્ય કમિશનરને પત્ર લખીને ભરતનગર આરોગ્ય કેન્દ્રમાં કંપાઉન્ડ વોલ બાંધવા માટે જરૂરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text