ભૂતકોટડા ગામે ડાઈવર્ઝન તાત્કાલિક ધોરણે બનાવવા બાબતે રજૂઆત કરાઈ

ટંકારા : ગુજરાત હાઇકોર્ટના વકીલ પરેશ ટી. ઉજરિયા દ્વારા ભૂટકોટડા ગામે ડાઈવર્ઝન તાત્કાલિક ધોરણે બનાવવા બાબતે મામલતદાર કચેરીએ અરજી કારવામાં આવી હતી. ટંકારા તાલુકાના ભૂટકોટડા ગામમાં જવા માટે નદી પાસે પુલ બનાવવાની કામગીરી ચાલુ હતી પરંતુ ચોમાસાની ઋતુના કારણે પુલ બનાવવાની કામગીરી બંધ છે. તેમજ પુલની બાજુમાં જે ડાઈ વર્ઝન હતું તે ઉપરવાસના વરસાદને કારણે તૂટી ગયું છે. જેના કારણે ભુટકોટડા ગામના લોકોને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી, ગુજરાત હાઇકોર્ટના વકીલ પરેશ ટી. ઉજરિયા દ્વારા ગામલોકો વતી મામલતદાર અધિકારીને ગામમાં આવવા જવા માટે તાત્કાલિક ધોરણે નદી પાસે મજબૂત ડાઈવર્ઝન બનાવવાની કામગીરી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.