મોરબીમાં ચાર સ્થળોએથી એકત્ર કરાયેલા ગણેશજીનું આરટીઓ પાછળની નદીમાં વિસર્જન

- text


કોઈ અણ બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા બે ક્રેઇન અને બે જેસીબીની મદદથી ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરાયું

મોરબી : મોરબીમાં આજે ગણેશ મહોત્સવનું સમાપન થતા અગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે ભારે હૈયે ગોરીનંદનને વિદાય આપવામાં આવી હતી.જોકે કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી પાલિકા દ્વારા તમામ મૂર્તિઓના સામુહિક વિસર્જનની વ્યવસ્થા ગોઠવાઈ હતી.લોકોએ દરેક વિસ્તારમાંથી ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રા કાઢીને મૂર્તિઓને પાલિકાએ નીર્ધારીત કરેલા કલેક્શન સેન્ટરોમાં સોંપી દીધી હતી.બાદમાં પાલિકા તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે ક્રેઇન અને જેસીબીની મદદથી આરટીઓ પાછળ મચ્છુ નદીમાં મૃતિઓનું વિસર્જન કર્યું હતું. મોરબીમાં ઠેરઠેર ગણપતિ મોહત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરની શેરીઓ કે મહોલ્લામાં ગણપતિ દાદાની મૂર્તિઓનું સ્થાપન કરીને દસ દિવસ સુધી દુંદાળા દેવની ભક્તિ કર્યા બાદ આજે વિઘ્નહર્તાની વિદાયની ઘડી આવી પહોંચી હતી.તેથી દરેક વિસ્તારમાં સ્થાપન કરાયેલી ગણેશજીની મૂર્તિઓની વાજતે ગાજતે અગલે બરસ તુમ જલ્દી અનાના નાદ સાથે ભાવિકો દ્વારા ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં ડીજેના સથવારે લોકો મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા અને ગણપતિ બાપાને ભાવભેર વિદાય આપી હતી.

- text

જ્યારે મોરબીમાં ગણેશ વિસર્જન વખતે કોઈ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સ્વૈચ્છિક રીતે નહિ પણ મોરબી પાલિકા દ્વારા તમામ ગણપતિની મૃતિઓનું વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાલિકા તંત્રએ ચાર નિર્ધારિત સ્થળો શનાળા રોડ પરના ગાંધીના ડેલા પાસે, જેલ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વિશિપરા પાસે અને સામાકાંઠે એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરી હતી.જ્યારે દરેક વિસ્તારમાંથી લોકોએ ગણેશજીની વિસર્જન યાત્રાઓ કાઢી મૃતિઓને પાલિકા તંત્રના આ ચાર કલેક્શન સેન્ટરોમાં સોંપી દીધી હતી.બાદમાં પાલિકા તંત્ર દ્વારા ગણેશજીની તમામ મૂર્તિઓનું મોરબી બાયપાસ પર આરટીઓ પાછળ મચ્છુ નદીમાં બે ક્રેઇન અને બે જેસીબીની મદદથી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મોરબી પાલિકાનો 50 જેટલો સ્ટાફ અને પોલીસ તથા જીઆરડીનો 50 જેટલો સ્ટાફ સુરક્ષા બંદોબસ્તમાં જોડાયો હતો.જ્યારે વિસર્જન વખતે આ સ્થળે કુશળ તરવૈયાની ટીમ પણ સાથે જોડાઈ હતી.

- text