હળવદમાં ભાજપ દ્વારા દિગ્વિજય દિન નિમિતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઈ

હળવદ : હળવદ શહેર યુવા ભાજપ દ્વારા ગત તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ દિગ્વિજય દિન નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હારતોલા કર્યા બાદ ઉપસ્થિત તમામ લોકોએ સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ૧૧ સપ્ટેમ્બર, 1893ના દિવસે શિકાગો ખાતે ધર્મસભાનું આયોજન થયું હતું. જેમાં ભારત દેશનું પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદજીએ વિશ્વને ભારતીય જીવન દર્શનનો પરિચય કરાવતું ઐતિહાસિક વક્તવ્ય આપ્યું હતું અને ભારત દેશનો ડંકો દુનિયામાં વગાડ્યો હતો. આ ઐતિહાસિક દિવસને દિગ્વિજય દિન તરીકે ઉજવવામાં આવે છે.દિગ્વિજય દિનની ઉજવણીના અનુસંધાને હળવદ શહેર યુવા ભાજપ દ્વારા હળવદના સરા નાકા ચોક ખાતે સ્વામી વિવેકાનંદજીની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાલૂકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અજયભાઈ રાવલ, દાદભાઈ ડાંગર, રવજીભાઈ દલવાડી, સંદીપભાઈ પટેલ, રમેશભાઈ ભગત, સતીસભાઈ પટેલ, બીપીનભાઈ પરીખ, બળદેવભાઈ દલવાડી, હરેશભાઇ પરમાર સહિત આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, અશોકભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ પટેલ, વિકિભાઈ ઠાકોર, મહાવીર ઠાકર સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.