માળીયામાં મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી

કલાત્મક તાજીયાએ અનેરું આકર્ષણ ઉભું કર્યું : હિન્દૂ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજરી વચ્ચે તાજીયા ટાઢા કરવામાં આવ્યા

માળીયા : માળીયા મિયાણા તાલુકામાં ભારે માતમ સાથે મહિરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. માળિયામાં નીકળેલા તાજીયાઓના ઝુલુસ બાદ તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા હતા. માળિયા મીયાણાના નાનીબરાર, વવાણીયા અને માળિયા શહેરમાં શહાદતે હુશેનની યાદમાં કલાત્મક તાજીયા અને દુલદુલ ઘોડાને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજે હિન્દુ મુસ્લિમ આગેવાનો વચ્ચે તાજીયા ટાઢા કરવામાં આવ્યા હતા. જેમાં નાનીબરાર ગામે વર્ષોથી દુલદુલ ઘોડો ગામમાં ફેરવવામાં આવે છે સમય જતા અહી રહેતા મુસ્લિમ પરિવારની સંખ્યા હાલ દશ જેટલા જ કુટુંબ રહ્યા છે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરાઓને શહાદતની યાદમાં ગામમાં રહેતા હિન્દુ પરિવારના સાથ સહકારથી હજુ પણ એકતાના ભાગરુપે સાચવી રખાય છે અને એકતા ખાસુ આકર્ષક ઉભુ થવા પામ્યુ હતુ એવી જ રીતે વવાણીયા ગામે વર્ષોથી બનાવવામાં આવતા મોતીના તાજીયાને જોવા માટે રાજકોટ મોરબી જેવા શહેરોથી લોકો આવતા હોય છે. સાથે સાથે માળિયા શહેર ના કલાત્મક તાજીયાનુ પણ અનેરુ આકર્ષક જોવા મળ્યું હતું.