શનાળા ગામે સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના શનાળા ગામે રહેતી સગીરાએ ગઈકાલે કોઈ કરણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.આ આપઘાતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના શક્ત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિર પાસે રહેતી શીતલબેન નરેન્દ્રભાઈ ધોળકિયા ઉ.વ.15 નામની સગીરાએ ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. બાદમાં મૃતક સગીરની ડેડબોડીને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આપઘાતના બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.