મોરબીના લાલપરથી જુના રફાળેશ્વર રોડને જોડતો માર્ગ વરસાદમાં બન્યો ખખડધજ, જુઓ વિડિઓ

- text


રોડ પર ઠેરઠેર ખાડાને કારણે વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ

મોરબી : મોરબીના લાલપર ગામથી જુના રફાળેશ્વર રોડને જોડતો માર્ગ વરસાદમાં ધોવાઈ ગયો છે અને ખખડધજ બની ગયો છે. રોડ પર ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે.જેના કારણે વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.

- text

મોરબીનો જુના રફાળેશ્વર રોડ ઘણા સમયથી બિસમાર હાલતમાં છે. તેમાંય વરસાદ પડતાં આ માર્ગની પથારી ફરી ગઈ છે. જેમાં મોરબીના લાલપર ગામથી જુના રફાળેશ્વર રોડને જોડતા માર્ગનું વરસાદમાં ધોવાણ થઈ ગયું છે અને આ માર્ગની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. રોડ પર ઠેરઠેર ગાબડાઓ પડી ગયા છે. તેમાંય ધીમીધારે વરસાદ પડતો હોય અને આ રોડ પરના ખડામાં ભરાયેલા પાણીને કારણે ખાડા ન દેખાવાથી વાહન ચાલકોને અકસ્માત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ઔધોગિક વિસ્તારને જોડતો માર્ગ છે તેથી ભારે પ્રમાણમાં આ માર્ગ પર વાહનોનો ઘસારો રહે છે. પણ આ રોડની વરસાદમાં દયાજનક હાલત થઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી વહેલી તકે સંબંધિત તંત્ર આ રોડ પરના ખાડાઓની યોગ્ય મરમત કરે તેવી માંગ ઉઠી છે.

- text