‘રાવલ પરિવાર કા રાજા’ને 121 પ્રકારનો ભોગ આરોગાવાયો

મોરબી : મોરબી નિવાસી મહેશભાઇ રાવલ તથા તેમના પરિવાર દ્વારા શુકલા નિવાસ, સાકડી શેરી ખાતે ખુબ અદભુત ડેકોરેશન સાથે ગણેશની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમ દ્વારા ગણેશની ભક્તિ કરવામાં આવે છે. ગઈકાલે દુંદાળા દેવને 121 જાતના ભોગ ધરીને તેમનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. જેના દર્શનનો લાભ ધર્મપ્રેમી જનતાએ લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો. તેમજ કાલે 12 સપ્ટે.ના રોજ સાંજે 4 વાગ્યે વાજતે-ગાજતે ગણપતિ વિસરજન કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે મોરબીની જનતાને રાવલ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.