મોરબી નજીક કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ

મોરબી : મોરબી નજીક પસાર થતા 8 એ નેશનલ હાઇવે ઉપર કુબેર સિનેમા નજીક વિશાલ ફર્નિચર સામે આજે સાંજના અરસામાં GJ 36B 3228 નંબરની કાર કોઈ કારણોસર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને ભારે નુકશાન થયું હતું. પરંતુ સદનસીબે કારસવાર લોકોને ઇજા ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.