મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવમા કીર્તિદાન ગઢવી ખેલૈયાઓને મન મુકીને ગરબે ઘુમાવશે

- text


રામેશ્વર ફાર્મ ખાતે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન : નફાની તમામ રકમ ગૌ શાળાઓ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરી દેવાશે

મોરબી : મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આ વર્ષના નવરાત્રી મહોત્સવની વિશેષતાએ રહેશે કે તેમાં ઉંચા ગજાના ગણાતા જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી ખેલૈયાઓને મન ભરીને ગરબે ઝૂમાવવાના છે.

મોરબીના રવાપરમાં ધૂનડા રોડ પર ન્યુ એરા સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મ ખાતે તા. 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવ ગાયો અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના લાભાર્થે કરવામાં આવે છે. ગત વર્ષે આ નવરાત્રી મહોત્સવમાંથી 37 લાખનો નફો થયો હતો. જેમાંથી આઠમના દિવસે જ રૂ. 21 લાખ ગૌશાળાઓને તેમજ રૂ. 16 લાખ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફી માટે આપી દેવામાં આવ્યા હતા.

આ વર્ષે પણ આઠમના દિવસે જ નફાનું ગૌશાળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરી દેવામાં આવશે. વધુમાં આ વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી અને સારેગામાપાની ઈન્દ્રાણી ભટ્ટાચાર્ય ખેલૈયાઓને મન ભરીને ઝુમાવશે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલોને પણ અહીં લઈ આવીને ગરબે રમાડવામાં આવશે.

- text

આ નવરાત્રી મહોત્સવ 20 વિઘા જેટલી વિશાળ જગ્યામાં યોજાનાર છે. જેમાં ખેલૈયાઓ માટે તમામ વ્યવસ્થા હશે. આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે આયોજકો અજયભાઈ લોરીયા, સંજયભાઈ આદ્રોજા, મેહુલભાઈ ભટ્ટાસણા, બ્રિજેશભાઈ જેઠલોજા, સંદીપભાઈ જાલરિયા, એ.જે.અમૃતીયા, રવિ કોરડીયા, હરેશભાઇ રૂપાલા, પરેશભાઈ કાસુન્દ્રા, પ્રશાંતભાઈ ગજ્જર, અશ્વિનભાઈ અને જયભાઈ અંબાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

- text