મોરબી : રીસરફસિંગ માટે રોડ સૂચવવા ધારાસભ્યોને પત્ર લખતા જિ. પં. પ્રમુખ

મોરબી : મોરબી જિલ્લાના 7 વર્ષ જુના પ્લાન રસ્તાઓને તેમજ 10 વર્ષ જુના નોન પ્લાન રસ્તાઓને રિસરફેસિંગ કરવવા માટે સૂચવવા જિલ્લા પંચાયત પ્રમુખે તમામ ધારાસભ્યોને પત્ર લખ્યો છે.

આ પત્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, લલિતભાઈ કગથરા, મોહમદ જાવેદ પીરઝાદા અને પરસોતમભાઈ સાબરીયાને જણાવ્યું છે કે આપના મત વિસ્તારના 7 વર્ષ જુના પ્લાન રોડ તેમજ 10 વર્ષ જુના નોન પ્લાન રોડને રિસરફેસિંગ કરવા, કોઝવેના સ્થાને પુલ અને પ્લાન રસ્તાઓને પહોળા કરવાની કામગીરી અંગે સરકારમાં દરખાસ્ત થયેલ છે. આ દરખાસ્ત અન્વયે તમામ ધારાસભ્યોએ દિવસ 5માં સુચન કરવાનું રહેશે.