મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશ રાજકોટિયાની ધરપડક બાદ જેલહવાલે

ચેક રિટર્ન કેસમાં કોર્ટમાં હાજર ન થતા કોર્ટના આદેશથી પોલીસે કાર્યવાહી કરી

ટંકારા : ટંકારામાં રહેતા મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ રાજકોટિયાની પોલીસે ધરપકડ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા છે. ચેક રિર્ટન કેસમાં લાંબા કોર્ટમાં હાજર ન થતા કોર્ટ દ્વારા તેમની ધરપકડનું વોરન્ટ ઇસ્યુ થયું હતું. આથી કોર્ટના આદેશ પ્રમાણે ટંકારા પોલીસે મહેશ રાજકોટિયા સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.ટંકારામાં રહેતા મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ રાજકોટિયાની પોલીસે ધરપકડ કરી છે અને બાદમાં કોર્ટના આદેશ પ્રમાણે જેલહવાલે કર્યા છે. ચેક રિર્ટન કેસમાં લાંબા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ વોરંટ જાહેર થયું હતું. તેથી મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસે તાજેતરમાં ટંકારામાં રહેતા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ રાજકોટિયાને એક પ્રસંગમાંથી બારોબાર ઉપાડીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલહવાલે કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ રાજકીય અગ્રણી રાજકીય ક્ષેત્રેથી વિમુખ બન્યા છે અને કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં કોરોબારીને લઈને જે વિવાદ થયો હતો. તેમાં તેમની બાગી સદસ્ય તરીકે ગણના થતી હતી. ત્યારે તેમની ધરપકડ અને જેલ હવાલેની ઘટનાના કારણે ભારે ચર્ચા જાગી છે.