મોરબી : અતિવૃષ્ટિથી તૂટેલી કેનાલોનું તાત્કાલિક સમારકામ કરાવા ના.મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : અતિ વરસાદના કારણે કેનાલોને નુકશાન થવા પામેલ છે. અને જો આ કેનાલોનું સમયસર રીપેરીંગ ન થાય તો નવરાત્રી બાદમાં ખેડૂતને સિચાઈના પાણીની જરૂરત પડે તો આપી શકાય નહી. અને જો ખેડૂતને પાણી ના મળે તો જે સારા પાકની આશા બંધાણી છે. તેની ઉપર પાણી ફરી વળે તેમ છે. તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રજુઆતમાં જણાવ્યું છે કે સિંચાઈ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કેનાલોની મરામતના કામોનું આગોતરું આયોજન જો તાત્કાલિક કરવામાં આવે અને મરામત સમયસર થાય તો જ ખેડૂતોને સિચાઈનું પાણી મળે અને તો જ સારો પાક થાય તેવા સંજોગો થવા પામેલ છે. આ ઉપરાંત મોરબીની મચ્છુ -૨ યોજનાની કેનાલના કામો જલ્દી પુરા કરાવી અને તેમાં વરસાદના કારણે થયેલ નુકસાનોનું રિપેરિંગ કરવવાની પણ તાતી જરૂરિયાત છે.ભવિષ્ય માં જયારે પણ આ વિસ્તારના તળાવો કેનાલ થી ભરવાની જરૂરિયાત ઉભી થાય તે માટે પહેલા જે એસ્કેપ ગેઇટ મુકવામાં આવેલ તેવી જોગવાઈ આ કેનાલના ચાલી રહેલા કામમાં પણ કરવાની માંગણી છે. બરવાળા ગામ પાસે આવો એક ગેઇટ મુકવા માંગણી છે.