‘હાઉસિંગ બોર્ડ કા રાજા’ ગણેશોત્સવમાં દુંદાળા દેવને અન્નકુટ ભોગ ધરાયો

મોરબી : મોરબીના માં ગ્રુપ દ્વારા ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીને 151 જાતના ભોગ ધરી અન્નકુટ આરોગવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબીના લોકોએ ભક્તિભાવપૂર્વક અન્નકુટ દર્શનનો તથા પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.