મોરબીમાં સતવારા જ્ઞાતિના તારલાઓનું સન્માન

- text


મોરબી : મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા સતવારા જ્ઞાતિના ધો. 9થી કોલેજ સુધીના 65 તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

- text

આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ ગોકળદાસ પરમાર તથા સાથી આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. આ તકે સોનાગ્રા આરતી વિજયભાઈ (સી.એ.) થતા તથા નિલેશભાઈ દેવરાજભાઈ પરમાર (પી.એચ.ડી.) થતા તેમનું વિશિષ્ટ સન્માન શિલ્ડ આપી તથા સાલ ઓઢાડી જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયા અને જ્ઞાતિના પૂર્વ પ્રમુખ ગોકળદાસ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ જ્ઞાતિના 65 તારલાઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને પ્રમુખ, દાતાઓ તથા આગેવાનો દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમિતિના સભ્ય દેવજીભાઈ ચાવડા લિખિત ‘આધ્યાત્મ પ્રકાશ’ પુસ્તકનું વિમોચન મુખ્ય મહેમાન ગોકળદાસ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવક મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલ, ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય મહાદેવભાઈ ડાભી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text