હળવદના રાતકડી નજીક નર્મદા કેનાલમાં દૂષિત પાણી છોડાતા ખેડૂતોમાં રોષ

- text


કેનાલ ના કાંઠે આવેલ પ્લાસ્ટિકના કારખાનેદાર દુષીત પાણી છોડતા હોવાનો આક્ષેપ : થોડે દૂર જ પાલિકા દ્વારા મોટર મુકી શહેરને નર્મદાનું પાણી પૂરું પાડે છે

હળવદ : હળવદ શહેરમાં આવેલ રાતકડી હનુમાનજી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં કેનાલ કાંઠે આવેલ પ્લાસ્ટિકના કારખાનેદાર દ્વારા દૂષિત લાલ રંગનું પાણી કેનાલમાં છોડાતુ હોવાના સ્થાનિક ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. શહેરના રાતકડી હનુમાનજી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બાજુમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનેદાર દ્વારા પોતાનું દુષિત થઈ ગયેલું લાલ રંગનુ પાણી નર્મદા કેનાલમાં સોડાતુ હોવાનું આજુબાજુના ખેડૂતો જાણવી રહ્યા છે તો સાથે જ અહીંથી થોડે દૂર પાલિકા દ્વારા શહેરમાં નર્મદાનું પાણી વિતરણ કરવામાંટે મોટર્સ મૂકી હોય. જેથી આ દુષિત પાણી કેનાલમાં છોડાતું બંધ કરવું જરૂરી બન્યું છે.

- text

તો સાથે સાથે આજુબાજુના ખેડૂતો એમ પણ જણાવી રહ્યા છે કે કારખાનેદાર દ્વારા નર્મદા કેનાલમાં પાઇપ મુકી કારખાનાનું દૂષિત પાણી દરરોજ છોડવામાં આવતું હોય છે. નર્મદા કેનાલ ચાલુ હોય ત્યારે કેનાલમાં પાણી છોડાતું હોવાનું અનેક વાર સામે આવ્યુ છે. પરંતુ કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે દેખાતું હોતું નથી. જેથી પ્રદૂષણ બોર્ડ દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

- text