મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા ચિંતન બેઠક યોજાઈ

- text


પ્રજાના પ્રશ્નો પ્રત્યે અસરકારક લડત ચલાવવાની રણનીતિ ધડાઈ

મોરબી : મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં ધોર બેદરકારી દાખવતા પાલિકા તંત્રની શાન ઠેકાણે લાવવા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી તબબકાવર આંદોલન ચલાવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ચિંતન બેઠક યોજાઇ હતી. જેમાં કપરી પરિસ્થિતિ પ્રજાની પડખે રહીને પ્રજાના પ્રશ્ને અસરકારક લડત ચલાવવાની રણનીતી ધડવામાં આવી હતી.

- text

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, મોરબી શહેર અને જિલ્લા માં રાજકીય પરિસ્થિતિ ડામાડોળ થઈ રહી છે. સતા અને વિરોધ પક્ષ બને જોડે મળી પ્રજાના રૂપિયાનું પ્રજાને વળતર રૂપે બંધારણીય સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતા છેલ્લા ૫ માસથી આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાહિત રાજનીતિ ની શરૂઆત કરતા બંને પક્ષને પોતાના વોટબેંક ના નુકસાન જણાતા રાજનીતિ શરૂ કરી દીધી હોવાનું જણાય છે તાજેતરમાં જ મોરબી નગરપાલિકાને વિરોધ પક્ષ દ્વારા તાળાબંધી કરતા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકાના તમામ સતા પક્ષ અને વિરોધ પક્ષના બાવન સદસ્યોને રાજીનામાંની માંગ કરવામાં આવી હતી.જેથી મોરબીમાં રાજકારણ ગરમાયુ છે. આ ઘટના બાદ આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી હોદ્દેદાઓ દ્વારા પ્રજાહિત ની રાજનીતિ ને વધુ મજબૂત કરવા મોરબી સર્કીટ હાઉસ ખાતે ચિંતન બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના હોદેદારો હાજર રહ્યા હતા. આ ચિંતન બેઠકમાં આમ આદમી પાર્ટી પ્રજાની કપરી પરિસ્થિતિમાં કઇ રીતે મદદ રૂપ થાય તે માટેની રણનીતિ બનાવવામાં આવી હતી.

- text