મોરબીમાં આર્યાવર્ત શૈક્ષણિક સંકુલમાં ‘વીર સાવરકર’ ચરિત્ર વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં આર્યાવર્ત શૈક્ષણિક સંકુલમાં ડો. શરદ ઠાકર લિખિત વીર સાવરકરનુ જીવન વૃતાંત પુસ્તક ‘સિંહપુરુષ’ના આધારે સાપ્તાહિક વક્તવ્યનું આયોજન થયું હતું. જેના પૂર્ણાહુતિ સમારંભમાં પતંજલી યોગ, વૈદિક યજ્ઞ, આરોગ્ય ભારતી, સ્વચ્છતા અભિયાન જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા મોરબીના વકીલ સંજયભાઈ રાજપરા વિશેષ ઉપસ્થિત રહી વર્તમાન સમયમાં દેશભક્ત નાગરિક તરીકે આપણે દેશ માટે શું કરી શકીએ અને વિશ્વનાં દેશો ભારતમાંથી પ્રેરણા લઈ શકે તેવો દેશ આપણે બનાવીએ, તે બાબતે વિદ્યાર્થીઓને સંદેશો આપી તેની શરૂઆત આપણાંથી જ કરીએ તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળા સંચાલક કુલદીપભાઈ વાંસજાડીયાએ કરેલ હતું. તેમજ આ વ્યાખ્યાનમાળાનું મોરબી અપડેટ ફેસબૂક પેજમાં દરરોજ લાઈવ પ્રસારણ પણ કરવામાં આવેલ હતું.

- text