મોરબી : રાજ્ય સરકારે ટ્રાફિક દંડમાં આપી રાહત, જાણો નવા દંડની રકમ

- text


કેન્દ્રના આકરા દંડને રાજય સરકારે ઘટાડયા : 16 સપ્ટેમ્બરથી નવા દંડ થશે લાગુ : ડિજિટલ લોકરમાં પણ દસ્તાવેજો ચાલશે

મોરબી : મોટર વ્હીકલ એક્ટને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા નવા નિયમોની જાહેરાત કરી છે. જેમાં રાજ્યની સત્તા હેઠળ આવતા દંડની જોગવાઇમાં ફેરફાર કરીને તેને હળવી બનાવાઈ છે.રાજ્ય સરકારે 50થી વધુ કલમોમાં સુધારો કર્યો છે. જોકે આ મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગૂ પડશે.

રાજ્ય સરકારને કાયદામાં ફેરફાર કરવાની સત્તા હોય છે. ત્યારે કેટલાક દંડ અને નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં ટુ વ્હીલર અને ટ્રેક્ટરને રાહત અપાઇ છે. જ્યારે અન્ય કેટલીક રાહતો પણ અપાઇ છે. લાયસન્સ સાથે રાખવું જરૂરી નથી, ડિજીટલ લોકરમાં સ્ટોર કરેલા દસ્તાવેજો માન્ય ગણાશે. લાયસન્સ, વીમો, પીયૂસી, આર.સી. બુક વગેરે દસ્તાવેજ સાથે ન હોય તો દિવસ 15મા તેને રજૂ કરી શકાશે. જ્યારે ટુ વ્હીલરમાં ચાલક અને પાછળ બેસનાર બન્નેએ હેલ્મેટ ન પહેર્યું હોય તો પણ ગુનો એક જ ગણાશે. વધુમાં આ દંડ ફટકારવાની પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા આસિસ્ટન્ટ મોટર વાહન ઈન્સ્પેકટર કે તેનાથી ઉપરના અધિકારીને સતા સોપાઈ છે.

ક્યાં નિયમનો ભંગ કરવાથી કેટલો દંડ

1. લાઇસન્સ, વીમો, પીયૂસી અને આરસી બુક ના હોય તો પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ


2. હેલ્મેટ ન પહેરવું 500 રૂપિયા દંડ

- text


3. અડચણ રૂપે પાર્કિંગ અને કાચ પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારને પ્રથમ વખત 500 બીજી વખત 1000 રૂપિયાનો દંડ


4. સીટબેલ્ટ ન હોય ત્યારે પ્રથમ વખત 500 રૂપિયા દંડ


5. ત્રણ સવારી વાહન ચલાવવા પર 100 રૂપિયા દંડ


6. રોંગ સાઈડ વાહન ચલાવવા પર
– રીક્ષા : 1500
– એલએમવી : 3000
– અન્ય : 5000


7. ઓવર સ્પીડ :
– બાઈક સ્કૂટર : 1500
– ટ્રેકટર : 1500
– કાર : 2000
– અન્ય વાહનો : 4000


8. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા પર
– બાઈક 2000 દંડ
– રીક્ષા અને કાર અન્ય ભારે વાહનો 3000 દંડ


9. રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા પર :
– બાઈક 1000
– રીક્ષા 2000
– કાર 3000


10. ફિટનેસ વગર વાહન ચલાવવા પર:
– રીક્ષા 500
– ફોર વ્હીલર અન્ય ભારે વાહનો 5000


11. થર્ડ પાર્ટી વીમા વગર : 2000 દંડ


12. પ્રદૂષણ યુક્ત વાહન ચાલવું : બાઈક કાર માટે 1000, અન્ય ભારે 3000


13. અવાજનું પ્રદુષણ અને ભારે હોર્ન : 1000 દંડ


14. જાહેર જગ્યાએ રેસ કરવી :પ્રથમ વખત 5000, ત્યારબાદ 10000


15. એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનોને સાઈડ ના આપવી : 1000 દંડ


16. ખેતી વિષયક માલ કે ઘરવખરી લઈ જવાતા હોય અને તે વાહનોની બહાર નીકળે (ઓવર લોડ) 1000 દંડ


- text