મોરબીના પાડાપુલ પર ટ્રાફિકજામ : 108 ફસાઈ

મોરબીના પાડાપુલ પર ટ્રાફિકજામ : 108 ફસાઈ

મોરબી : મોરબીના પાડાપુલ પર આજે રાત્રે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. તેમજ ખાસ્સો સમય ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા.

મોરબીના પાડાપુલ પર આજે રાત્રે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના પગલે વાહન વ્યવહાર પર માઠી અસર સર્જાય હતી અને પુલ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે ઇમરજન્સીના દર્દીને મોરબી તરફ હોસ્પિટલમાં આવતી 108 એંમ્યુલન્સ વાન પર ટ્રાફિકમાં થોડીવાર માટે ફસાઈ ગઈ હતી. ખાસ્સો સમય સુધી કચબા ગતિએ વાહન વ્યવહાર ચાલતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આજે રાત્રે 7-30થી 8 વાગ્યા સુધી પાડાપુલથી શહેર તરફના વીસી ફાટક સુધી ટ્રાફિકજામ સર્જાતો વાહનોની લાઈનો લાગી હતી અને નિત્યક્રમ મુજબ કામધંધેથી ઘરે જઈ રહેલા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.