પોરબંદરથી દિલ્હી જતા સાઇકલ યાત્રીઓનુ માળિયામાં ભવ્ય સ્વાગત

માળીયા : મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ગાંધીજીની વિચારધારાને વેગ આપવા માટે ભારતના વિવિધ સુરક્ષા દળોના સૈનિકો દ્વારા પોરબંદરથી દિલ્હી સુધી સાઈકલ યાત્રા કાઢવામાં આવી છે. આ સાઈકલ યાત્રા આજે મોરબીના માળીયા મીયાણા ખાતે પહોંચી હતી. માળીયા મીયાણા સ્થિત દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સર્વેને ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માળીયા મીયાણાના PSI ઝાલા સાહેબ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ પ્રદીપસિંહ વાઘેલા તથા તેમની ટીમે ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી સુપેરે નિભાવી હતી. આ કાર્યક્રમને બીએસએફના અધિકારીઓએ દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.