વાઘરવા ગામના કાયાણી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન

માળીયા : મોરબીના માળીયા મીયાણા તાલુકાના વાઘરવા ગામે આશાપુરા મેદાનમાં ભાવનગરના તળાજા તાલુકા સ્થિત મહામંડલેશ્વર અંબિકા આશ્રમના મહંત રમજુ બાપુની પ્રેરણાથી સમસ્ત કાયાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાનું રસપાન રામ ક્રિષ્ના શાસ્ત્રી (છોટે મોરારિબાપુ) દ્વારા કરવામાં આવશે. પોથીયાત્રા 1 નવેમ્બર લાભપાંચમના સવારે 10 વાગ્યે રાખવામાં આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી સવારના 9થી 12 વાગ્યા સુધી તથા સાંજે 3થી 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ભક્તોને કાયાણી પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.