હળવદ : 58 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે 58 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.આ બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે હળવદ પોલીસ સ્ટાફે બાતમીના આધારે હળવદ મોરબી દરવાજા પાસેથી વૈભવભાઈ ઉર્ફે વિકો રાજુભાઇ આચાર્યને 58 બોટલ ઈંગ્લીશ દારૂ તથા એક મોટર સાયકલ સાથે ઝડપી લીધો હતો.આ દારૂની હેરાફેરીમાં ધવલભાઈ નરેન્દ્રભાઈ શુક્લ અને પ્રયાગભાઈ ઉર્ફે ગરમ રાજુભાઇ આચાર્યનું નામ ખુલતા હળવદ પોલીસે બન્ને સામે ગુનો નોંધીને આ બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text