કારડીયા રાજપુત યુવક મંડળ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

- text


હળવદ તાલુકાના રાતાભેર ગામે કારડીયા રાજપૂત યુવક મંડળ ના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત-જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામ છેલ્લા ૨૫ વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા કારડીયા રાજપુત યુવક મંડળના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ નિમિત્તે વૃક્ષારોપણ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશ અગ્રેસર રહેતા એવા પંથકના રાતાભેર ગામના કારડીયા રાજપૂત યુવક મંડળ ગ્રુપના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

- text

આ પ્રસંગે ગ્રુપ દ્વારા ગામને હરિયાળુ બનાવવાની નેમ સાથે ગામની ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે ગરીબ દર્દીઓને સરળતાથી બ્લડ મળી રહે તેવા હેતુ સાથે કારડીયા રાજપુત યુવક મંડળના સભ્યો દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૧ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું સાથે વૃક્ષારોપણ અને રક્તદાન નો કેમ્પ યોજી પ્રેરણાદાયી રજત જયંતિની કારડીયા રાજપુત યુવા ગ્રુપ દ્વારા ઉજવણી કરી હતી.

- text