ટંકારા : ન્યુ વિઝન સ્કૂલમાં વર્લ્ડ સાક્ષરતા દિવસ અંતર્ગત કાનૂની માહિતી શિબિરનું આયોજન સંપન્ન

- text


ટંકારા : ટંકારા તાલુકા કાનૂની સતા સેવા મંડળના ચેરમેન કુમારી બી. જી. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ન્યુ વિઝન સ્કૂલમાં કાનૂની સેવા સતા મંડળ દ્વારા વર્લ્ડ સાક્ષરતા દિવસ ના અનુસંધાને કાનુન માહિતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

જેમાં ટંકારા લીગલ એડવોકેટ મુકેશભાઈ બારૈયા, PLV મનસુખભાઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોએ હાજરી આપી હતી. આ તકે વિદ્યાર્થીઓને સાક્ષરતા દિવસ વિશે માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો સાથે કોર્ટની કાર્યવાહીની પ્રાથમિક માહિતીથી ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

- text