વરસાદ અપડેટ : 9 sep 2થી 4 વાગ્યાની વચ્ચે મોરબીમાં એક, ટંકારામાં અડધો ઇંચ

- text


મોરબી : મોરબી છેલ્લા પણ દિવસથી દરરોજ મેઘરાજા પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. ત્યારે આજે સોમવારે બપોરે 2 થી 3 વાગ્યામાં માત્ર એક જ કલાકમાં 27 mm એટલે કે એક ઇંચ વરસાદ નોંધાયો છે. સરકારી આંકડા મુજબ મોરબી જિલ્લામાં સોમવારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં મોરબીમાં 27 mm, ટંકારામાં 13, વાંકાનેરમાં 7 અને હળવડમાં 3 mm વરસાદ નોંધાયો છે. જ્યારે હજુ પણ વરસાદ શરૂ છે. જ્યારે મોરબી શહેરમાં ધોધમાર વરસાદના પગલે રસ્તો અને નીચાણ વાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- text

ચાર વાગ્યે પણ મોરબી શહેરમાં કાળા ડિબાંગ વાદળો અને મેઘાવી માહોલ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

- text