માળીયાના વર્ષામેડી ગામે વીજળી પડતા એકનું મોત

- text


માળીયા : માળીયા તાલુકાના વર્ષામેડી ગામે વીજળી પડતા એક યુવાનનું મૃત્યુ થયાના અહેવાલો મળ્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકામાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ત્યારે માળીયા તાલુકાના વર્ષામેડી ગામે વરસાદ સાથે વીજળી પડતા ખોડાભાઈ રૂપભાઈ ખીટ ઉ.વ.18 નામના યુવાનું મોત નીપજ્યું હતું. આ યુવાન સીમ વિસ્તારમાં ઢોર ચરાવી રહ્યો હતો. તે સમયે વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ હતી. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text