મોટા દિહસરામાં શિક્ષકોની અરસ પરસ બદલી બાદ શિક્ષક હાજર ન થતા શૈક્ષણિક કાર્ય ઠપ્પ

- text


બદલી થઈને આવેલા શિક્ષક શાળામાં હાજર ન થતા શિક્ષણકાર્ય ખોરવાયુ : પાંચ દિવસમાં શિક્ષક હાજર ન થાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી અપાઈ

માળીયા : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે શાળામાં અગાઉના બદલી કેમ્પમાં અસર પરસ બદલી બાદ બદલી થઈને આવેલા શિક્ષક હાજર થતા ન હોવાથી શિક્ષણ કાર્ય ખોરવાયુ છે. તેથી મોટા દહીંસરા ગ્રામ પંચાયતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરીને જો પાંચ દિવસમાં શિક્ષક શાળાએ હાજર નહિ થાય તો વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપી છે.

- text

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામની ગ્રામ પંચાયતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગતતા.15/7/2019ના રોજ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની અરસ પરસ બદલી કરવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટા દહિસરા ગામની કન્યા શાળાના શિક્ષિકા દિવ્યાબેન અને પંચસરા મેહુલભાઈની અરસ પરસ બદલી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ દિવ્યાબેનની જગ્યાએ આવેલા શિક્ષક એક દિવસ શાળામાં હાજર થયા હતા અને બાદમાં તેઓ શાળામાં આવ્યા જ નથી અને આજદિન સુધી શિક્ષક શાળામાં હાજર ન થતા કન્યા શાળાના શૈક્ષણિક કાર્યને ગંભીર અસર થઈ રહી છે. આ બાબતે અગાઉ પણ રજુઆત કરી છે પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી પાંચ દિવસમાં આ શિક્ષક શાળાએ હાજર ન થાય તો વિધાર્થીઓના વાલીઓ દ્વારા સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે તેવી મોટા દહીંસરા ગ્રામ પંચાયતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરેલી રજુઆતમાં ચીમકી આપી છે.

- text