વરસાદ અપડેટ : 9 sep 4થી 6વાગ્યાની વચ્ચે મોરબીમાં વધુ દોઢ, વાંકાનેરમાં પોણો ઇંચ

- text


મોરબી : મોરબી છેલ્લા પાંચ દિવસથી દરરોજ મેઘરાજા પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. ત્યારે આજે સોમવારે બપોરે 2 થી 3 વાગ્યામાં માત્ર એક જ કલાકમાં 27 mm એટલે કે એક ઇંચ વરસાદ નોંધાયો બાદ સાંજે 4 થી 6ની વચ્ચે મોરબીમાં વધુ દોઢ ઇંચ અને વાંકાનેરમાં પોણો ઇંચ અને માળિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં અમુક જગ્યાએ 3થી 4 ઇંચ વરસાદ પડ્યો છે.

સરકારી આંકડા મુજબ મોરબી જિલ્લામાં સોમવારે બપોરે 4 થી 6 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ 34 mm, વાંકાનેરમાં 17 અને માળિયામાં 10 mm વરસાદ નોંધાયો છે.

જ્યારે મોરબી શહેરમાં ધોધમાર વરસાદના પગલે રસ્તો અને નીચાણ વાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- text

ચાર વાગ્યા બાદ મોરબી શહેરમાં કાળા ડિબાંગ વાદળો અને મેઘાવી માહોલ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે એક જ કલાકમાં દોઢ ઇંચ ધોધમાર વરસાદ વરસી ગયો હતો. જ્યારે ટંકારાના સજનપર, હડમિયા સહિતના ગામોમાં 3થી 4 ઇંચ વરસાદ પડયાના સમાચાર મળ્યા છે. ભારે વરસાદના પગલે વાંકાનેરના વડસર સહિતના અનેક ગામોના તળાવો ઓવરફ્લો થઈ ગયા છે.

- text