મોરબી : રઘુવંશી વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને શિષ્યવૃતિ ચેક અર્પણ કરાયા

- text


લોહાણા મહાજન તથા લોહાણા મહાપરિષદ દ્વારા કુલ બાવન વિદ્યાર્થીઓ ને રૂ.૧,૨૫,૦૦૦ જેટલી શિષ્યવૃતિ અર્પણ કરવામાં આવ્યા

મોરબી : શ્રી લોહાણા મહાપરિષદ તથા શ્રી લોહાણા મહાજન- મોરબી ના ઉપક્રમે પ્રતિવર્ષ લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ ને શિષ્યવૃતિ અર્પણ કરવા મા આવે છે. પ્રવર્તમાન વર્ષે રવિવાર તા.૮-૯-૨૦૧૯ સાંજે ૫ કલાકે શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાળી શેરી ખાતે શિષ્યવૃતિ ચેક અર્પણ સમારોહ યોજાયો હતો.

- text

જેમા કુલ બાવન વિદ્યાર્થીઓ ને કુલ ૧૨૫૦૦૦રૂ. જેટલી શિષ્યવૃતિ અર્પણ કરવા મા આવી હતી.પ્રતિવર્ષ શિષ્યવૃતિ ની કુલ રકમ ના ૭૦ ટકા રકમ ની જોગવાઈ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા તથા ૩૦ ટકા રકમ શ્રી લોહાણા મહાજન ના ઉપક્રમે મોરબી ના લોહાણા સમાજ ના આગેવાનો દ્વારા કરવા મા આવે છે. પ્રવર્તમાન વર્ષે શિષ્યવૃતિ મા શ્રી હીંમતભાઈ પંડીત, જે.ડી. મિરાણી સાહેબ, ભાવેશ ભાઈ કાથરાણી, મુન્નાભાઆ અઢીયા(મહીમા ગીફ્ટ), ધીરૂભાઈ ભોજાણી, સી.પી.પોપટ, ધર્મેન્દ્રભાઈ કાનાબાર, મહેશ ભાઈ ભોજાણી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ, નરેન્દ્રભાઈ પુજારા, ઠા.નંદલાલ હેમચંદ ચંડીભમર પરિવાર સહીત ના લોહાણા સમાજ ના અગ્રણીઓ નો સહયોગ સાંપડ્યો છે તેમ શ્રી લોહાણા મહાજન-મોરબી ના પ્રમુખ શ્રી ગીરીશ ભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છે સંયુક્ત યાદી મા જણાવ્યુ છે. આ કાર્યક્રમ મા વાલજીભાઈ ચગ, હરીશભાઈ રાજા, અનિલભાઈ રાચ્છ, અશોકભાઈ પાવાગઢી, રમણીકલાલ ચંડીભમર, જીતુભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, વિપુલ પંડીત, પી.ડી.સેતા, જગદીશભાઈ કોટક, દીનેશ ભાઈ ભોજાણી, કીર્તિભાઈ પાવાગઢી, કાજલ બેન ચંડીભમર,જગદીશભાઈ પંડીત, ધીરૂભાઈ રાઘુરા, જગદીશભાઈ રાચ્છ, મહેશભાઈ રાજા, ઓઝસભાઈ રવેશિયા, નિર્મિત કક્કડ સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text